GSEB LC Last Date 2024: શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં શાળા છોડ્યા તારીખ દર્શાવવા બાબતે પરિપત્ર, જુઓ કઈ તારીખ લખવાની રહેશે

GSEB LC Last Date 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં શાળા છોડ્યા તારીખ દર્શાવવા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જુઓ કઈ તારીખ લખવાની રહેશે.

GSEB LC Last Date 2024

આથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને જણાવવાનું કે, માર્ચ-૨૦૨૪ માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા.૦૯/૦૫/૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. તેમજ ધોરણ-૧૦ ની પરીક્ષાનું પરિણામ તા.૧૧/૦૫/૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.

શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં શાળા છોડ્યાની તારીખ કઈ આવશે

જે પરિણામ જાહેર થયા બાદ ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-૧૯૭૪ ના વિનિયમ-૧૨(૪), ૧૨(૧૪)(૫) અને વિનિયમ-૧૩ ના નમૂના-૯ મુજબના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં શાળા છોડ્યાની તારીખ તરીકે પરિણામ જાહેર કર્યાની તારીખ દર્શાવવાની રહેશે.

Leave a Comment