GSEB Purak Exam Date 2024: ધો૨ણ ૧૦ અને ધો૨ણ ૧૨ પૂરક પરીક્ષા તારીખ ની અખબા૨ી યાદી, જુઓ કઈ તારીખે પરીક્ષા શરુ થશે

GSEB Purak Exam Date 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબા૨ી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો 2005 ના વિનિયમ 16 (1) ની જોગવાઈ અનુસા૨ ધો૨ણ ૧૦ અને ધો૨ણ ૧૨ પૂરક પરીક્ષા તારીખ ની અખબા૨ી યાદી જાહેર કરવામાં આવી છે.

GSEB Purak Exam Date 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો૨ણ-૧૦, ધો૨ણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્ત૨ ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા તા.૨૪/૦૬/૨૦૨૪ થી યોજવામાં આવશે.

પૂરક પરીક્ષા માટે આવેદન કરવાની છેલ્લી તારીખ

હવે પછી ધો૨ણ-૧૦, ધો૨ણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવા૨ સમયપત્રક આગામી સમયમાં જાહેર ક૨વામાં આવશે. ધો૨ણ-૧૦ પૂરક પરીક્ષા માટેનું આવેદન તા.૧૫/૦૫/૨૦૨૪ સાંજે ૧૭:૦૦ કલાકથી તા.૨૨/૦૫/૨૦૨૪ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.

પૂરક પરીક્ષા માટે આવેદન કરવાની પ્રક્રિયા

પૂરક પરીક્ષા ૨૦૨૪ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા sscpurakreg.gseb.org પરથી ONLINE કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફકત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.

Leave a Comment