GSEB SSC Marksheet 2024: ધોરણ10 રીજલ્ટ માર્કશીટ વિતરણ બાબત લેટેસ્ટ પ્રેસનોટ, આ તારીખે નિશાળેથી મળશે ઓરીજનલ માર્કશીટ

GSEB SSC Marksheet 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 એસ.એસ.સી. અને સંસ્કૃત પ્રથમા તેમજ GSOS ઉમેદવારોના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.11/05/2024, શનિવારના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવેલ.

GSEB SSC Marksheet 2024

માર્ચ-2024 ધોરણ-10 એસ.એસ.સી.ની માર્કશીટ/પ્રમાણપત્ર/S.R.તેમજ GSOS ઉમેદવારોના પરિણામ (માર્કશીટ/પ્રમાણપત્ર/S.R./ એનરોલસર્ટી) તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ દ્વારા નિયત કરેલ વિતરણ સ્થળ ખાતે તા.31/05/2024ના રોજ બોર્ડની કચેરીએથી રવાના કરવામાં આવશે.

ધોરણ10 રીજલ્ટ માર્કશીટ વિતરણ બાબત લેટેસ્ટ પ્રેસનોટ

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ ધોરણ-10 એસ.એસ.સી.ની માર્કશીટ/પ્રમાણપત્ર/S.R. તેમજ GSOS ઉમેદવારોના પરિણામ માર્કશીટ/પ્રમાણપત્ર/S.R./એનરોલસર્ટી) વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી તા.01/06/2024 શનિવારના રોજ જિલ્લાની માધ્યમિક શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે ુજબ તમામ વ્યવસ્થા ગોઠવવી.

ધોરણ10 પરિણામનું વિતરણ તારીખ 2024

રાજ્યની માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિણામ (માર્કશીટ/પ્રમાણપત્ર/S.R./એનરોલસર્ટી) મુખત્યારપત્ર રજુ કરી જિલ્લા રોક્ષાણાધિકારીશ્રીની કચેરી દ્વારા નિયત થયેલ સમયે અને સ્થળેથી મેળવી લેવાના રહેશે. વાળાઓએ તા.03/06/2024ના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે. જેની શાળાના નાચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

મહત્વપૂર્ણ લિંક :

GSEB ની સત્તાવાર વેબસાઇટwww.gseb.org
માર્કશીટ વિતરણ બાબત લેટેસ્ટ પ્રેસનોટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment