GSSSB CCE Fee Refund 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફી પરત જમા કરવા બાબત,જુઓ રજૂઆત કરવાની માહિતી

GSSSB CCE Fee Refund 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.

GSSSB CCE Fee Refund 2024

સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના કાર્યક્રમ દરમિયાન જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં, તે ઉમેદવારોની તેઓએ ભરેલ પરીક્ષા ફી તેઓએ જે ખાતામાંથી પરીક્ષા ફી ભરેલ છે, તે ખાતામાં ઓનલાઇન પેમેન્ટના માધ્યમથી પરત જમા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલાં ઉમેદવારોને તા.૨૦/૬/૨૦૨૪ સુધીમાં પરીક્ષા ફીની રકમ ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી તેમના ખાતામાં જમા થઈ જશે. જો કોઇ ઉમેદવારની પરીક્ષા ફી પરત ના મળે તો તેવા સંજોગોમાં ઉમેદવારોએ તા.૨૧/૬/૨૦૨૪ થી તા.૩૦/૬/૨૦૨૪ દરમિયાન મંડળને રજૂઆત કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક :

OJAS GSSSB CCE ની સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/
GSSSB CCE પરીક્ષા ફી પરત જમા કરવા બાબતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment