Ankleshwar Weather Report: આજે અંકલેશ્વરમાં સિઝનનો સૌથી હોટેસ્ટ ડે, જુઓ કેટલો રહ્યો ગરમીનો પારો

Ankleshwar Weather Report: અંકલેશ્વરમાં આજ રોજ સૂરજદાદા ભારે થી અતિ ભારે પ્રકોપમાન થયા, અંકલેશ્વરમાં બળબળતો ઉનાળો આજ રોજ અંકલેશ્વરમાં અસહ્ય – કાળઝાળ ગરમીએ ભુક્કા કાઢી નાંખ્યા, નગરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

Ankleshwar Weather Report

  • અંકલેશ્વર – 43°સે
  • હાંસોટ – 41 °સે
  • ભરૂચ – 43°સે
  • સુરત – 39 ° સે

આજે રવિવારે ઉનાળો બળબળતો સાબિત થઈ રહિયા છે ત્યારે આજે બપોરે આગ ઝરતી ગરમીએ લોકોના ભુક્કા કાઢી નાખ્યા હતા.ઔદ્યોગિક ગઢ અંકલેશ્વર તાલુકામાં નર્મદા નદી અને અરબી સમુદ્ર કિનારે હોવાથી અહીંની આબોહવા વિષમ રહેતી હોઈ છે.

આગામી 5 દિવસ પણ ભરૂચ જિલ્લા માટે અગ્નિ પરીક્ષા

અંકલેશ્વર નગરજનો અસહ્ય ગરમીથી બચવા ઠંડા પીણા પીતા નજરે પડ્યા આગામી 5 દિવસ પણ ભરૂચ જિલ્લા માટે અગ્નિ પરીક્ષા જેવા જ રહેવાના છે. IMD ની આગાહી મુજબ ભરૂચ જિલ્લાનું તાપમાન પાંચ દિવસમાં 44 ડિગ્રી જેટલું ઊંચું નોંધાઇ શકે છે.બુધવારે મહત્તમ તાપમાનનો પારો સિઝનનો સૌથી વધુ નોંધાવા સાથે લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ વાતાવરણમાં માત્ર 14 % રહેતા આકરી ગરમીથી લોકો ત્રાસી ગયા હતા. જ્યારે ગરમ વાતા પવનોની ગતિ 5.3 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.

Leave a Comment