MGVCL Smart Meter: પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ કઈ રીતે કરાવવું, આ રહી સંપૂર્ણ પ્રોસેસ

MGVCL Smart Meter: મધ્ય ગુજરાત વીજ કંપની એટલે કે MGVCL દ્વારા હમણાં પ્રિપેઇડ સ્માર્ટ મીટર લાગવાની કામગીરી ચાલુ છે ત્યારે તમારે આ પ્રિપેઇડ સ્માર્ટ મીટર માં કઈ રીતે રિચાર્જ કરાવવાનું રહેશે એની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલી છે.

MGVCL Smart Meter

પ્રિપેઇડ સ્માર્ટ મીટર એ અત્યારે જે તમારા ઘરે લાગેલ વીજ મીટરની જેમ જ વીજળીનો વપરાશ નોંધતું એક મીટર છે. પણ આ સ્માર્ટ મીટર માં તમારે તમારી મરજી એટલે કે વપરાશ મુજબ નું રિચાર્જ કરાવવાનું રહેશે, જે રીતે તમે તમારા મોબાઈલ નું રિચાર્જ કરો છો.

પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ કઈ રીતે કરાવવું

હમણાં તમે માત્ર મોબાઈલ એપ્લિકેશનથી જ તમે રિચાર્જ કરી શકો આ સિવાય તમે સબ ડિવિઝનની ઓફિસે જઈને પણ રિચાર્જ નું પેમેન્ટ કરી શકો છો. અન્ય પેમેન્ટ કંપની જેવી કે પેટીએમ, ગૂગલ પે, ફોનપે તેમજ અન્ય પ્લેટફોર્મ પરથી હાલમાં રિચાર્જ ની સુવિધા ઉપ્લ્ભ નથી.

ઓછામાં ઓછું  કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે?

પ્રિપેઇડ સ્માર્ટ મીટર ના રિચાર્જ માં ગ્રાહકે ઓછામાં ઓછું 100 રૂપિયા કે તેના ગુણાંકમાં રિચાર્જ કરાવવાનું રહેતું હોઈ છે.પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગગવાથી ગ્રાહક આ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોજે રોજ ના વીજવપરાશની દેખરેખ રાખી ને વીજ વપરાશ ઓછો કરીને વીજળીનું બિલ ઘટાડી શકે છે.

Leave a Comment