નમો લક્ષ્મી યોજના 2024, ધોરણ ૯ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓને રૂ ૫૦,૦૦૦ સુધીની સહાય : Gujarat Government Scheme

નમો લક્ષ્મી યોજના 2024 : આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી કેળવણીવિષયક પહેલના ખૂબ સારાં પરિણામો સાંપડયાં છે. ગુજરાતની તમામ દીકરીઓ પ્રાથમિક શિક્ષણની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ હોંશભેર પૂરું કરે એ માટે રાજ્ય સરકાર દ્વારા ‘નમો લક્ષ્મી’ યોજનાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની એકપણ દીકરી આર્થિક અંતરાયોને કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહી જાય એવો આ યોજનાનો શુભ આશય છે.

નમો લક્ષ્મી યોજના 2024

બેટી બચાવો – બેટી પઢાઓ, કન્યા કેળવણી વગેરે જેવાં અભિયાનોની સફળતા થકી આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે સાથે એક અત્યંત નિર્ણાયક તબક્કામાં પ્રવેશેલી કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાયેલ છે. ‘નમો લક્ષ્મી’ યોજના અંતર્ગત રાજ્ય સરકારે કિશોરવયની કન્યાઓને શિક્ષણ સાથે પૂરતું પોષણ મળે અને તેઓ સશક્ત બને તે હેતુસર ધોરણ ૯ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી દીકરીઓને તેઓનો અભ્યાસ પૂર્ણ કરવા બદલ રૂા. ૫૦,૦૦૦ સુધીની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવશે.

ભણેલી દીકરી બે કુળને તારે

લક્ષ્મી સમાન પુત્રીરત્નની કારકિર્દીના ઘડતર માટેની સોનેરી તક મળી તે બદલ આપણે સહુ ભાગ્યશાળી છીએ. દીકરીના ભણતરમાં કોઈ કસર ન રહે અને તેની ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે આવો, તેની કેળવણીમાં પર્યાપ્ત કાળજી રાખવાની સાથે સાથે તે અભ્યાસાર્થે નિયમિત શાળાએ જાય તેના માટે પ્રોત્સાહિત કરીએ. ભવિષ્યમાં તે જરૂરથી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરશે. આજની પેઢી રાષ્ટ્રનું ભવિષ્ય છે. ‘ભણેલી દીકરી બે કુળને તારે’ આ ઉક્તિને સાર્થક રાખવા ચાલો.

નમો લક્ષ્મી યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ

  1. આધાર કાર્ડ
  2. સરનામાનો પુરાવો
  3. આવક નો દાખલો
  4. શાળા નું પ્રમાણપત્ર
  5. બેંક પાસબુક

આપણે સહુ સાથે મળીને દીકરીઓના શિક્ષણ માટે સહિયારા પ્રયત્ન કરીએ અને રાષ્ટ્ર નિર્માણના આ યજ્ઞમાં યથાશક્તિ યોગદાન આપીએ.

Leave a Comment