Samaras Hostel Admission 2024: સમરસ હોસ્ટેલ એડમીશન 2024, શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે

Samaras Hostel Admission 2024: ગુજરાત સમરસ છાત્રાલય એડમીશન 2024 : કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૪-૨૫નાં શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને સમરસ કુમાર છાત્રાલય, ગાંધીનગરખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/વેબસાઈટ પરતા:૨૭/૦૫/૨૦૨૪ (સવારે ૧૧:૦૦ કલાક) થી તા:૨૦/૦૬/૨૦૨૪ (રાત્રે ૧૧:૫૯ કલાક) સુધીઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

Samaras Hostel Admission 2024

સરકારી સંસ્થાનું નામગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
સ્થાપના કરીસપ્ટેમ્બર 2016
છાત્રાલયનું નામસમરસ હોસ્ટેલ
કુલ છાત્રાલય20 છાત્રાલયો
કોર્ષની વિગતોગ્રુપ-1 ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)
જિલ્લોઅમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ20/06/2026
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://samras.gujarat.gov.in/

સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસકમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.(નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)

ગુજરાત સમરસ છાત્રાલય એડમીશન 2024

સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ-૨ અને ગ્રુપ-૩ના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPI-Semester Performance Index) ૫૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૫% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ.

ગ્રુપ-૧ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦% રહેશે.ગ્રુપ-૧ મેડીકલ અને તેના સમકક્ષ અભ્યાસ ક્રમના રીન્યુઅલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા અરજી કરી શકશે. પરંતુ, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ (ફેશ)માટેસંસ્થા/કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગ થી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે.

સમરસ હોસ્ટેલ એડમીશન 2024

વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.

જો કોઈ છાત્ર નીઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે. સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.

વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રીન્ટ નિકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે. જો અરજીમાં કોઈ ભુલ જણાય તો પોર્ટલમાં “Withdraw application “ની મદદથી જુની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે. જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈપણ સુધારા વધારા કરી શકાશે નહિ.

સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.

Leave a Comment