Sukanya Samriddhi Yojana 2024: સુકન્યા સમૃદ્ધિમાં રૂપિયા રોકનારાઓની મોજ, હવે દીકરીઓને મળશે પૂરા 65 લાખ રૂપિયા-લગ્ન-શિક્ષણ ગમે ત્યાં કરી શકો છો ખર્ચ

Sukanya Samriddhi Yojana 2024: સરકાર સમયાંતરે લોકોની સુવિધા માટે આવી યોજનાઓ બનાવે છે, જ્યાં તમારા રૂપિયા સુરક્ષિત રહે છે અને તમને સારું રિટર્ન મળે છે. સરકારે તમારી દીકરી માટે એક યોજના અમલમાં મૂકી છે, જેથી તમે તમારી દીકરીના ભણતર અને લગ્નની ચિંતામાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકો. આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) છે. આ સ્કીમમાં તમને માત્ર 250 રૂપિયાનાં રોકાણ પર 65 લાખ રૂપિયા મળશે. આ પ્લાનમાં તમને કમ્પાઉન્ડિંગનો પણ લાભ મળે છે. ચાલો આ યોજના વિશે તમને જણાવીએ.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના ?

સુકન્યા સમૃદ્ધિ યોજના એ સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક યોજના છે, આ યોજના ખાસ તમારી વહાલી દીકરી માટે બનાવવામાં આવી છે, જેમાં તમે તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો, આ યોજનામાં તમે નાની રકમથી ખાતું ખોલાવી શકો છો, આ યોજનામાં તમે ખાતું ખોલાવીને તમે તમારી દીકરીના નામે ધીમે ધીમે રૂપિયા જમા કરાવી શકો છો.

કોણ કરી શકે છે અરજી

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીનું ખાતું તેના માતા-પિતા ખોલાવી શકે છે. તેમાં તમે માત્ર 250 રૂપિયાના રોકાણ સાથે ખાતું ખોલાવી શકો છો. તમે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. તેમાં તમને 7.6 ટકાના દરે વ્યાજ મળે છે. છોકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. એક પરિવારમાં ફક્ત 2 જ બાળકીનાં ખાતાં ખોલાવી શકાય છે, જોડિયા/ત્રણ કન્યાઓમાં 2 કરતાં વધુ ખાતાં ખોલી શકાય છે.

કેટલું વ્યાજ મળી રહ્યું છે

સુકન્યા સમૃદ્ધિ યોજના પર મળતા વ્યાજ સરકાર નક્કી કરે છે. તેમાં તમને 7.6 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમમાં તમે વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. પુત્રી 18 વર્ષ પૂર્ણ કરે અથવા 10મું ધોરણ પાસ કરે પછી જ તમે ખાતામાંથી રૂપિયા ઉપાડી શકો છો. તેમાં તમને ઈનકમ ટેક્સમાં પણ છૂટ મળે છે.

કેવી રીતે મળી શકે છે 65 લાખ રૂપિયા

જો તમે આ સ્કીમમાં દરરોજ 250 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે એક મહિનામાં 12,500 રૂપિયા જમા કરો છો અને એક વર્ષમાં તમે 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. 15 વર્ષ પછી એટલે કે તમારી દીકરીની ઉંમર 21 વર્ષ મેચ્યોરિટી પર તમને 65 લાખ રૂપિયા મળશે. તેમાં તમને લગભગ 41.15 લાખ રૂપિયાનું વ્યાજ મળશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ

1. માતા અને પિતાનું ઓળખ પત્ર
2. દીકરીનું આધાર કાર્ડ
3. દીકરીના નામે ખોલાવેલી બેંક એકાઉન્ટ પાસબુક
4. દીકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
5. મોબાઈલ નંબર

Leave a Comment